Monday, 16 March 2015

MUKHYASHIXAK ANDROID APP

Now no need to open browser and write the blog address....
here is the solution  downld the app and install on your mobile and open as a app whenever you want. Directly its going on the blog....enjoy
clik here to download

SOME IMP POINTS FOR PRINCIPAL TO ALL STAFF

Clik here to download

Tuesday, 21 October 2014

NEW WHATSAPP APK FILE

NAMASKAR MITRO
MARA TARAF THI DIWALI NI BHET
MELVVA MATE AHI CLIK KARO

Thursday, 2 October 2014

HOW TO CREAT 3D GLASS AND 3D ANIMATION

નમસ્કાર મિત્રો,
ઘણા મિત્રો ફોન માં કે મેસેજમાં મારા 3D પ્રોજેકટ વિષે પૂછી રહ્યા છે તો આ વિષે બધી માહિતી આપવા જઈ રહ્યો છું.

સૌ પ્રથમ 3D ચશ્મા કઈ રીતે બનાવીશું?
આ માટે નકામી ફાઇલ લો. ચશ્માની ફ્રેમ બનાવી તેનું કટિંગ કરો.આંખના ભાગમાં બંને જગ્યાએ પણ કટિંગ કરવું કારણ કે ત્યાં આપણે રંગીન પેપર મૂકવાનો છે. હવે બજારમાથી સ્ટેશનરીની દુકાને જઈને ટ્યૂબલાઇટ પર જીવાત ઓછી કરવા માટે પ્લાસ્ટિકનો રંગીન કાગળ માગો.તમારે દુકાનેથી લાલ અને વાદળી આ બે રંગના કાગળ લેવાના છે.5 રૂપિયાનો એક એવા કાગળો જરૂરિયાત મુજબ ખરીદી લાવો.જમણી આંખમાં વાદળી અને ડાબી આંખમાં લાલ રંગ નો કાગળ મૂકીને સ્ટેપલર વડે ફિટ કરી દો. ધ્યાન રાખવું કે બંને કાગળના ડબલ લેયર કરીને કાગળ મૂકવાનો છે.ચશ્મા તૈયાર.

હવે યુ ટ્યુબ પર જઈને સર્ચ કરો. 3d videos for blue and red glass. આ સાથે તમને કેટલાક વિડીયો જોવા મળશે જેમાથી તમારી પસંદગીના વિડીયો ડાઉનલોડ કરો.આ વિડીયો તમે મોબાઇલમાં પણ જોઈને 3d ઇફેક્ટ મેળવી શકો છો.હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમા અમારી આ કૃતિ 4000 બાળકોએ નિહાળી છે અને બધાને ખૂબ જ ગમી પણ છે. આ સાથે એક પીડીએફ ફાઇલ મૂકું છું તેનો પણ અભ્યાસ કરી લેશો. કોઈ માહિતીની જરૂર જણાય તો 9714724300 પર વોટસેપ માં મેસેજ કરજો હું જવાબ આપીશ . આભાર
pdf file mate nicheni link par download clik karo.
clik  to download


Sunday, 28 September 2014

દરેક આચાર્યએ આ પોસ્ટ વાચવી

હાલમાં કડી પાસેના ગામમાં એક બાળક ડૂબી જવાની જે દુખદ ઘટના બની,તેના પછી ઘણા બધા વિચારો આવ્યા. આપણે સૌ આચાર્ય મિત્રો અને આપણાં  શિક્ષકો ઉપર પૂરતું ધ્યાન દેતાજ હોઈએ છીએ છતાં પણ આપણી શાળામાં જ અમુક વાર દુર્ઘટનાઓ બની જતી હોય છે. હું કેટલીક દુર્ઘટનાઓ વિશે વાત કરવા માગું છું .
(1) ગત વર્ષે સુરેન્દ્રનગર ના દૂધરેજની એક શાળામાં રિશેષ સમય દરમિયાન બાળક શાળાની કમ્પાઉન્ડ વોલ કૂદીને સીધું પાણીનાં ટાંકામાં પડ્યું અને મરી ગયું.જો કે વાલીઓ અને ગ્રામજનોએ સમગ્ર ઘટનાને એક અકસ્માત બની ગયેલ એવું ધ્યાને લેતા શિક્ષકોને તકલીફ ના પડી.અને આચાર્યએ એ બાળકના વાલીને વિદ્યાદીપ યોજનાનો લાભ પણ અપાવ્યો.
(2) આજથી દસ વર્ષ પહેલા ધ્રાંગધ્રાની નામાંકિત ખાનગી શાળામાં એક બાળક વર્ગખંડમાં પ્રાર્થના પૂરી કરી જઈ રહ્યું હતું અને વર્ગમાં પ્રવેશતા જ વર્ગની બહારની લોખંડની જાળીને અડકયું જેમાં કોઈ કારણોસર વીજપ્રવાહ લીક થઈને પ્રવેશ કરી ગયો હતો અને બાળક અડતાંની સાથે જ મૃત્યુ પામ્યું,પોલિસ કેસ થયા અને સંચાલક સહિત ઘણા બધા શિક્ષકોએ જેલના સળિયા ગણવા પડ્યા,હજુ કોર્ટ કેસ ચાલુ જ છે.
(3) બાળકને મેદાનમાં દોડવાની સજા કરવામાં આવી અને બાળક દોડતા દોડતા જ મગજની નસ ફાટી જતાં મૃત્યુ પામ્યું.આ એક શહેરની પ્રખ્યાત દુર્દઘટના છે.
                                  આપણે ઘણું બધુ ધ્યાન રાખીએ છીએ જ પણ હજુ પણ વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
(1) શાળા છૂટ્યા પહેલા એક પણ શિક્ષક શાળા ના છોડે.(અમુક શિક્ષકો બાળકો છૂટે કે તરત જ બાઇકને સ્ટાર્ટ કરી દે છે)
(2) શાળામાં રોજ 2 વાર હાજરી પુરાવી જ જોઈએ, પ્રાર્થના પછી અને રિશેષ પછી જેથી બાળકો ગુલ્લી મારતા અટકે.
(3) જો  તમારી શાળા રોડ ટચ હોય તો બાળકો છૂટ્યા પછી સાવધાની પૂર્વક રોડ પાસ કરે એવી સૂચના આપવામાં આવે અથવા શિક્ષકો રોડ પાસ કરાવે (મારી શાળામાં રોડ પાસ કરવાના શિક્ષકોના અમે વારા રાખેલા છે) બાળકો છૂટ્યા પછી તેમના વાલીઓ તેમને લેવા માટે આવે તેવો આગ્રહ પણ રાખીએ.
(4) શાળા છૂટે ત્યારે દરેક શિક્ષકો વારાફરતી બાળકોને વર્ગખંડમાથી છોડે.ઘણી વાર નાના બાળકો ભીડમાં પડી જાય છે ,ક્યારેક ગૂંગળાય પણ જાય છે.
(5) વારંવાર બાળકોને પ્રાર્થનામાં કેટલીક સૂચનાઓ આપતા જ રહીએ.
(6) 2 કે 3 માળની શાળા હોય તો ધાબા પર જવાના દરવાજે હમેશા લોક મારી રાખીએ.
(7) રિશેષના સમય દરમિયાન બાળકો તોફાન ના કરે એ બાબત પર પૂરતું ધ્યાન આપીએ શકય  બને તો મેદાન માં બાળકોને જોઈ શકીએ એ રીતે મોનિટરોની નિમણૂક કરી શકાય.
(8) શાળાના તમામ ઇલેક્ટ્રિક પોઈન્ટ કારીગરને બતાવી વહેલી તકે રીપેર કરાવી મોટી દુર્ઘટનામાથી બચીએ . 3 પિન માં ચોકનો ભૂકો નાખી દઈએ.
(9) શાળામાં જે કોઈ જગ્યાએ જોખમ દેખાય તે બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક એ જોખમ ને દૂર કરીએ.
(10) ફર્સ્ટ એઈડ કીટ હાથ વગી જ હોવી જોઈએ. 
(11) સ્ટાફ બેઠક યોજી આ મુદ્દા પર હકારાત્મક ચર્ચા કરી શકાય.

મિત્રો આપણાં થકી જેટલું ધ્યાન રાખી શકાય તેટલું રાખીએ કેમકે આ બાળકો આપણાં આંખના રત્નો છે.
તમારા સૂચનો અને ટિપ્પણીઓ આવકાર્ય છે.

સંગૃહીત પ્રગતિ પત્રક E

pls clik to download